HomeUncategorizedઅમિત ચાવડા અને ભરતસિંહના ગઢમાં પડેલું ગાબડું વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને કેટલું નડશે?

અમિત ચાવડા અને ભરતસિંહના ગઢમાં પડેલું ગાબડું વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને કેટલું નડશે?

કૉંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં ભાજપ વૉર્ડ નંબર 8માં ત્રણ બેઠક બિનહરીફ અને વૉર્ડ નંબર 9માં બે બેઠક બિનહરીફ જીતી ગયો હતો, જયારે ઉમરેઠમાં એક બેઠક બિનહરીફ જીત્યો છે. જેણે કૉંગ્રેસને આવનારી ચૂંટણીઓ પહેલાં મોટી ચિંતામાં ધકેલી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં છેલ્લી ઘડીએ કૉંગ્રેસના ઉમેદવારોનાં ફૉર્મ પાછા ખેંચાવા કૉંગ્રેસ માટે આંચકા સમાન છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઉમેદવારી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હતી. તે પછી ખ્યાલ આવ્યો કે, ભાજપ ઘણી બધી બેઠકો બિનહરીફ જીતી ગયો છે.જોકે, હજુ 15 એપ્રિલ ફૉર્મ પાછું ખેંચાવવાની છેલ્લી તારીખ હતી, તે પછી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દાવો કર્યો કે ભાજપ 700 બેઠકો બિનહરીફ જીતી ગયો છે. જોકે ચૂંટણીપંચે આ મામલે કોઈ ચોક્કસ આંકડો બહાર પાડ્યો નથી

RELATED ARTICLES

Most Popular