
ગુજરાતીમાં એક કહેવત છે, એક સાંધો ત્યાં તેર તુટે. બસ આ કહેવત અત્યારે ગુજરાત સ્થિત કોંગ્રેસને લાગુ પડતી હોય તેવા સંજોગો સર્જાયા છે. સુરત કોંગ્રેસના નવા માળખાની જાહેરાત થતા જ, માળખાના મણકા એક પછી એક વિખરાવા લાગ્યા. એટલે કે જે હોદ્દેદારોની જાહેરાતો કરી હતી તેઓ ટપોટપ રાજીનામા આપવા લાગ્યા. એવુ કહેવાય છે કે, સમગ્ર દેશમાં સુરતને કોંગ્રેસ મુક્ત કરવા ભાજપે આદરેલી જહેમતને સાચી ઠેરવવા માટે યેનકેન પ્રકારે સોગઠાબાજી ગોઠવાઈ રહી છે.ગુજરાતમાં તાજેતરમાં જ નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત ભ્રમણ કરીને પક્ષના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂકોનો દોર શરૂ કર્યો હતો. સુરત કોંગ્રેસના હોદેદારોની નિમણૂકની જાહેરાત કરતા જ એકાએક જાણે રાજકીય ભડકો થયો. એક સાથે પાંચ હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા શહેર કોંગ્રેસને આંચકો આપ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામા સોંપ્યા હતા. મંત્રી તરીકે નામ જાહેર થયેલ અશ્વિન સાવલિયાનું પણ રાજીનામું. અત્યાર સુધીમાં એક બાદ એક કુલ નવ જેટલા રાજીનામા પડ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યે નારાજગીથી રાજીનામા આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.જો કે એક એવી પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે કે, લોકસભાની ચૂંટણી સમયે જેમ સાંસદને બિનહરીફ વિજેતા કર્યા હતા તે જ રીતે વિધાનસભાની બેઠકોમાં ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર થાય તે માટે સુરતને કોંગ્રેસ મુક્ત કરવાની ભાજપે ખેવના રાખી છે. આખા દેશમાં એવુ કહી શકાય કે ગુજરાતનુ સુરત આજે કોંગ્રેસ મુક્ત થયું છે લોકસભાથી લઈને વિધાનસભામાં કોંગ્રેસને એક પણ ઉમેદવાર મળતા નથી. જે મળે છે તે ભાજપ સામે લડતા નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના નવા વરાયેલા હોદ્દેદારો વિરમગામ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના સંપર્કમાં હોવાની શક્યતા છે. ભાજપના MLA હાર્દિક પટેલ સાથે બેઠક કર્યાનો દાવો કરાયો છે. કોંગ્રેસના સુરેશ સુવાગીયા, મહેશ કેવડીયાએ કરી હતી બેઠક



