રેક્ટ સંસ્થાના પ્રણેતા અને એક એવા દ્રષ્ટાવાન વ્યક્તિ સ્વ. જીવણભાઈ જોરાભાઈ રબારી જેમણે બાઈવાડા ગામથી ૪૫ વર્ષ પહેલા એક સાધારણ વ્યક્તિ તરીકે ટ્રેકટર લઈને ખેતર ખેડવાની શરૂઆત કરેલ અને પછી અમદાવાદ જઈ એવા જીવણ કાકાના ઉમદા વિચારો ધરાવતા અને સમાજના કલ્યાણને જીવનનો મુખ્ય ધ્યેય બનાવી વ્યક્તિગત સફળતા અને સુખસગવડ વચ્ચે જીવતા હોવા છતાં, સમાજના પાછળ લાગેલા અને સહાયના તલપાપડ લોકો માટે કંઈક વિશેષ કરવાની તેમની અંદરથી ઊઠેલી ભાવના જ રેક્ટ સંસ્થાના જન્મનું કારણ બની અને વર્ષ ૨૦૧૬માં શિક્ષણરથના માધ્યમ થકી
સંસ્થાની સ્થાપના માત્ર એક વિચાર ન હતો પણ એક મિશન સાકર કરવાની તાલાવેલી હતી અને આનો મુખ્ય આશય સમાજને પ્રગતિના નવા માર્ગ પર લઈ જવાનો હતો. પોતાના જીવનભરના કમાણીમાંથી કરોડો રૂપિયા સમાજના હિતમાં અર્પણ કરીને તેમણે એક એવો પાયો બાંધી દીધો જે ભવિષ્યની પેઢીઓને સંવેદનના, સેવા અને કરુણા તરફ દોરી જશે. આ દાન માત્ર મૂડી નહીં, પરંતુ માનવતાનો એક અમૂલ્ય વારસો છે.
રેક્ટ સંસ્થાના માધ્યમથી તેઓ સમાજની પેઢીઓ સુધી શિક્ષણ પૂરું પાડી આવનાર પેઢીઓના ભવિષ્યના યુવાઓના અને યુવતીઓના સર્વાંગી વિકાસ થકી એક સુશિક્ષત અને સભ્ય સમાજની પરીકલ્પનાએ સાકર કરશે. આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ સાથે તાલમેલ મિલાવી શકે એ માટે જાહેર પરીક્ષાના વર્ગો અનેક સેવન કાર્યક્રમો ચલાવી રહ્યા છે. તેમના આ રેક્ટ સંકુલથી હજારો લોકોને નવી શક્તિ આપી છે, અને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવી તેઓએ સાબિત કરી દીધું છે કે જો ઇચ્છા મજબૂત હોય તો એક વ્યક્તિ પણ મોટો બદલાવ લાવી શકે.
આવા મહાન કાર્ય અને નિસ્વાર્થ સેવા ભાવના આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું અમૂલ્ય સ્રોત બનશે. તેમનું આ સાહસ આપણને શીખવે છે કે સાચી સંપત્તિ પૈસામાં નહીં પરંતુ સમાજને આપેલ યોગદાનમાં વસે છે.
વર્ષ ૨૦૦૮ માં ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેકટના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો શરૂ કરવામાં આવ્યા અને જેનો લાભ મેળવી હજારો યુવાન ભાઈઓ અને બહેનો વિવિધ પોસ્ટમાં સિલેક્શન થઈને જુદી જુદી જગ્યાએ ફરજ બજાવે છે તે પણ તેમને આભારી છે.
આ રેક્ટ સંસ્થાથી ગામડાના છેવાડાના બાળકોને લાભ મળશે અને શિક્ષણથી વંચિત રહેતા બાળકો આનો લાભ લઈને પોતાના U.P.S.C ,G.P.S.C જેવી પરીક્ષાઓ પાસ કરી પોતાના સપના સાકર કરી શકશે.
અંતમાં સ્વ જીવણદાદા અને આ રેક્ટમાં આપેલ દાનના તમામ નામી અનામી દાતાશ્રીઓને શત શત વંદન.



